Songs / Poems / Stories

ગુજરાતી કાવ્ય સંગ્રહ

Future-mode reading room. એક સમયે એક કવિતા, cinematic focus સાથે. Arrow keys (left and right) પણ કામ કરશે.

Live Reading

શબ્દ-પ્રસવની પીડા

આ પાને પાનાં ભરી નાંખવાની રમત,
કે વેદનાને આકાર આપવાની કળા,

અઘરા શબ્દો ખોળી, ગોઠવવાનો દંભ,
કે જોડણી-ચૂકની ભૂલ સ્વીકારવાની સહજતા,

આ કોઈ બીજાનું પોતાનું કહી જવાની ચપળતા,
કે શબ્દ-પ્રસવની પીડાએ પ્રગટેલી પ્રામાણિકતા,

આ નિતનવા પુરસ્કારો ઊંચકે એવી ગોઠવણ,
કે માલધારીય ચાખી હરખાય એવી ભોળપણ,

આ કેટલાએ ખરીદી એની ગણતરી,
કે કોઈને તો અડશે જ એની ખાતરી,

આ કાયદામાં વિચાર બાંધવાની તકેદારી,
કે સાફ, સચોટ ચિતરવાની બાંહેધરી,

આ ક્યાંક ઝડપાઇ ના જઈએ એનો નિરંતર પ્રયાસ,
કે બેફામ, બેફિકર વિહારની આગવી સુવાસ.